73. સમર્પણની કળા
શ્રીકૃષ્ણ
અર્જુનને કહે છે કે,
"મુજ અંતર્યામી
પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ
કર" (3.30). આ શ્લોકએ
ગીતાનો સાર છે અને આપણને દૈનિક જીવન ના ઘણા સંદેહોના ઉકેલ મળે છે.
આપણો પહેલો સંદેહ
છે કે 'આપણે શું કરવું', અને એ એટલા માટે ઉદ્ભવે છે કે આપણે જે કરી રહ્યા છીએ તેનાથી
ખુશ નથી હોતા અને આપણને એમ લાગે છે કે આનંદ કોઈક બીજી ક્રિયામાં છે. આ શ્લોક આપણને
સમજાવે છે કે ' જે કામ તમારા હાથ પર છે તેને આપણી શ્રેષ્ઠ ક્ષમતાથી કરો' પછી ભલે તે
આપણે પસંદ કર્યું હોય કે આપણા પર થોપવામાં આવ્યું હોય. એ કુરુક્ષેત્રના યુદ્ધ જેટલું ક્રૂર અને જટિલ પણ હોઈ શકે કે જેમાં યા તો વ્યક્તિ મૃત્યુ
પામે છે યા મારે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, આપણી જટિલ માનવ સંરચના એક કોષમાંથી ઉત્ક્રાંતિ
પામી છે જ્યાં દરેક ક્રિયા (૫રિવર્તન) અગાવની ક્રિયા સાથે જોડાયેલી છે. તેથી જ હાથ
૫રની કોઇ ૫ણ ક્રિયા હંમેશા ભૂતકાળની ક્રિયાઓની શ્રેણીના પરિણામ રૂપે હશે કેમકે કોઈ
એકલ ક્રિયા નથી.
બીજો પ્રશ્ન
ઉદ્ભવે છે કે 'કેવી રીતે કરવું'. તો આ શ્લોક આપણને અર્જુન દ્વારા સામનો કરવામાં આવેલ
તણાવ કે નિરાશામાંથી ઉદ્ભવતા અહંકાર, ઈચ્છા અને ભયને છોડીને કાર્ય કરવાની સલાહ આપે
છે. ઇચ્છાઓનો ત્યાગ કરવાથી આપણે દુઃખથી પણ મુક્ત થઈ જઈએ છીએ કારણ કે એ બંને
એકબીજાની સાથે જ રહે છે.
'માર્ગમાં આવતા
અવરોધોથી કામ કેમ પાર પાડવું' ના જવાબમાં શ્રીકૃષ્ણ કહે છે કે બધા જ કર્મો તેઓને સમર્પિત
કરી દેવા. અહીં શ્રીકૃષ્ણ પરમાત્મા સ્વરૂપે આવે છે. જ્યારે આપણું હાથ પર લીધેલું કાર્ય
જટિલ હોય ત્યારે આપણે જેની પાસે જ્ઞાન, બળ અને અનુભવ રૂપી વધારાના સંસાધનો હોય છે તે
તેને શોધીએ છીએ. છેવટની ખોજ એ પરમાત્માને સમર્પણ છે ખાસ કરીને જ્યારે કોઈ ઉકેલ આપણી
સમજણની બહાર હોય.
અહંકાર એ નિર્બળતા અને ભયની નિશાની છે જે હંમેશા
શક્તિ, ભૌતિક પદાર્થો અને પ્રતિષ્ઠામાંથી મદદ
મેળવીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આથી સર્વસ્વ પરમાત્માને સમર્પણ કરવા માટે વ્યક્તિમાં નિર્ભયતા અને શક્તિની જરૂર પડે
છે.

Comments
Post a Comment