74. શ્રદ્ધા આનંદ લાવે છે
શ્રીકૃષ્ણ કહે
છે કે, "જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને
શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે" (3.31). શ્રદ્ધાને સામાન્ય રીતે વિશ્વાસ
કે માન્યતાના અર્થમાં લેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે તેનાથી ઘણું જ પરનું છે. આ
શ્રદ્ધાની સ્થિતિમાં આપણે સર્વ શંકાઓ થી મુક્ત થઈ જઈએ
છે અને આપણા બધા જ પ્રશ્નો પણ ઓગળી જાય છે.
માનવજાત એમ જ
સમજતી હતી કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે અને આ માન્યતા ત્યાં સુધી ચાલુ રહી કે
જ્યાં સુધી તેનાથી ઊલટી સ્થિતિ નું ભાન ન થયું. આ રીતે માન્યતા એ બહારની બાબતો પર
અવલંબે છે જ્યારે શ્રદ્ધા એ આંતરિક ગુણ છે.
બીજું, કે માન્યતા તેના જ વિરોધી દ્વંદ્વ અમાન્યતા સાથે અસ્તિત્વ ધરાવે છે જ્યારે શ્રદ્ધા એ બંનેને
અતિક્રમી જાય છે. ત્રીજી બાબત શ્રદ્ધા એ અંધવિશ્વાસ થી ભિન્ન છે કે જેમાં વ્યક્તિ તેની માન્યતા ની વિપરીત બાજુ
સાંભળવા જ નથી ઇચ્છતી. શ્રદ્ધામાં બધી બાબતોનું એકત્વ સાધવા નું હોય છે. માન્યતા
કે વિશ્વાસ એ ઉછીના લઇ શકાય, જ્યારે શ્રદ્ધા તો શુદ્ધ રૂપે અનુભવ કેન્દ્રી હોય છે.
સમગ્રતા ને
ગ્રહણ કરવા માટે વિરોધાભાસને પણ સમજવા અનિવાર્ય હોય છે. એટલા માટે જ કૃષ્ણ તરત જ તેનો વિરોધાભાસ
જણાવીને કહે છે કે, ''મૂઢ લોકો મારા આ ઉપદેશને ગ્રહણ નથી કરતા
અને વિનાશ પામે છે'' (3.32).
ગીતામાં એક મૂળ
સૂત્ર એ છે કે અનુભૂતિ જાગૃતિ દ્વારા આવે છે, દમન દ્વારા નહીં. આ બાબત ત્યારે સ્પષ્ટ
થાય છે કે જ્યારે કૃષ્ણ કહે છે કે, ''જ્ઞાની મનુષ્ય પણ પ્રકૃતિના બધા જ જીવો ની જેમ
પોતાની વૃત્તિઓને જ અનુસરે છે. તો એમાં દમનનો શો અવકાશ''(3.33)?
આપણને સૌને
અમુક ભોજન ભાવે છે અને અમુક નથી ભાવતું. એ જ બાબત ગંધ, ધ્વનિ અને સૌંદર્યને પણ લાગુ પડે છે. એક વ્યક્તિ એક જગ્યાએ પ્રેમ પામે છે
તો બીજે તેની ઘૃણા થાય છે. કોઇ વ્યક્તિ આજે પ્રેમ પામે છે તો અન્ય સમયે ધિક્કાર
પામે છે અને અમુક વખતે આનું ઊલટું ૫ણ હોય. આ પ્રકારનું વલણ ઘણા ખુલાસા આપી શકાય ૫રંતુ શ્રીકૃષ્ણ આ બધા જ વલણોને આ૫ણા શત્રુ કહે છે અને કહે છે કે, '' ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક
ઇન્દ્રિયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે, માણસે એ બન્નેને વશ ન થવું; કેમ કે તે
બન્નેય એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઉભા કરનારા મહાશત્રુઓ છે'' (3.34).

Comments
Post a Comment