Posts

68. કથની અને કરણીમાં સમાનતા

Image
  બાળકો દુનિયાને સમજવામાં , નવી વસ્તુઓ શીખવામાં , શિષ્ટચાર વર્તણૂંક જેવી અનેક બાબતોમાં પોતાના માતા-પિતાને આદર્શ માને છે અને એટલે જ એવું કહેવાય છે કે બાળઉછેરનો ઉત્તમ માર્ગ છે કે આપણે પોતાની કથની અને કરણીમાં સમાનતા સાધીને શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડીએ. આ જ નિર્ભરતા જીવનના પાછળના તબક્કામાં પણ ચાલુ રહે છે. એ નિર્ભરતા મિત્રો , શિક્ષકો કે માર્ગદર્શકો પરની હોઈ શકે. તેનો અર્થ એ થયો કે આપણી આસપાસ એવા લોકો હોય છે કે જેઓ આપણા પર આધારિત હોય અને આપણું માર્ગદર્શન ઈચ્છતા હોય. આપણે જે કંઈ પણ કરીએ તેની અસર તેઓ પર પડતી હોય છે. આ સંદર્ભે જ શ્રીકૃષ્ણ કહે છે જે "શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે , અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે ; તે જે કંઈ પ્રમાણ કરી આપે છે , સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે" (3.21). શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે , છતાંય હું કર્મમાં જ વર્તું છું (3.22). જો કદાય હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય , કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે (3.23). આથી જ...

67. ચિંતિત અને નિશ્ચિંત

Image
  શ્રીકૃષ્ણ આ૫ણને એ વાતની ખાતરી આપે છે કે આસક્તિ રહિત થઇ કર્મ કરવાથી આ૫ણે ૫રમ તત્ત્વને પ્રાપ્ત કરીશું (3.19) અને તેઓ રાજા જનકનું ઉદાહરણ આપે છે કે જેમણે માત્ર કર્મને માર્ગે ચાલીને પૂર્ણતા પ્રાપ્ત કરી (3.20). શ્રીકૃષ્ણ એ વાત પર વિશેષ ભાર મૂકે છે કે એક રાજા કે જે સતત આનંદ પ્રમોદના સાધનો વચ્ચે જીવતો હોય અને તેને અનેક ગણી જવાબદારી ઓ પણ હોય તે પણ જો આસક્તિથી રહિત થઇ કર્મ કરે તો તે પરમ તત્ત્વને પામી શકે છે એ જ રીતે આપણે પણ આપણા સંજોગો ગમે તેવા હોય તો પણ પરમ તત્ત્વને પામી શકીએ. ઇતિહાસમાં એવા ખૂબ જૂજ દાખલાઓ છે કે જેમાં બે બુદ્ધત્વ પ્રાપ્ત વ્યક્તિઓએ પરસ્પર વાર્તાલાપ કર્યો હોય. એવા વાર્તાલાપો માં નું એક એટલે રાજા જનક અને ઋષિ અષ્ટાવક્ર વચ્ચેનો વાર્તાલાપ જે અષ્ટાવક્ર ગીતા તરીકે ઓળખાય છે અને તે સાધ કો માટે સર્વશ્રેષ્ઠમાંનું એક ગણાય છે. એક દંત કથા અનુસાર એક વખત એક ગુરુ પોતાના શિષ્યોમાંના એકને કે જેની પાસે લંગોટ અને એક ભિક્ષાપાત્ર સિવાય કશું જ ન હતું અને જે પૂર્ણ સાદગી પૂર્વક રહેતો હતો તેને અંતિમ શિક્ષા માટે રાજા જનક પાસે મોકલે છે. તે રાજા જનક પાસે આવે છે અને નવાઈ પામે છે કે ગુરુએ તે...

66. સમર્પણ અથવા સંઘર્ષ

Image
  જીવન જીવવાના બે માર્ગો છે. એક છે સંઘર્ષ અને બીજો છે સમર્પણ. સમર્પણ નો માર્ગ એ કંઇ યુદ્ધમાં હારેલા નિઃસહાય વ્યક્તિના સમર્પણ જેવો નથી આ સમર્પણ તો જાગૃતિ પૂર્વકનું અને સક્રિય સ્વીકાર સાથેનું સમર્પણ છે. સંઘર્ષ એ હંમેશા બીજા કરતાં આગળ નિકળવામાં ; આપણને જે સહજ આપવામાં આવ્યું છે એના કરતાં વધુ મેળવવામાં કે પછી આપણી પાસે જે છે તેનાથી કશુંક જુદું પ્રાપ્ત કરવા માટે કરવો પડે છે. જ્યારે બીજી બાજુ સમર્પણમાં તો પ્રત્યેક જીવંત ક્ષણને માટે ધન્યતાનો ભાવ રહેલો છે. શ્રીકૃષ્ણ કહે છે કે , '' જો કોઈ વ્યક્તિ સૃષ્ટિ ચક્રનું અનુસરણ નથી કરતી અને ઇંદ્રિયમાં જ રચી૫ચી રહે છે તો તેનું જીવન વ્યર્થ છે '' ( 3.16). જે વ્યક્તિ ઇન્દ્રિયોને સંતોષવાના માર્ગે છે , તેને માટે જીવન સંઘર્ષ જ રહેશે કેમકે તે ક્યારેય સંતોષાવાની નથી . આ પ્રકારનો સંઘર્ષ જીવનમાં તણાવ, ચિંતા અને દુઃખ નીપજાવે છે અને પરિણામે જીવન વ્યર્થ થઈ જાય છે. શ્રીકૃષ્ણ અસ્તિત્વના ચક્રને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે (3.14). વરસાદ એ બાષ્પીભવન પામીને વરસાદ રૂપે વરસતા જળની નિસ્વાર્થ ક્રિયા સૂચવે છે. આવી નિસ્વાર્થ ક્રિયાઓ સર્વોચ્ચ શક્તિ...

65. નિઃસ્વાર્થ કર્મો સર્વોચ્ચ શક્તિ ધરાવે છે

Image
  જળ એ પૃથ્વી પરના જીવનને માટે અનિવાર્ય છે અને શ્રીકૃષ્ણ નિસ્વાર્થ કર્મોને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે (3.14). મૂળભૂત રીતે , વરસાદ એ જળચક્રનો એવો ભાગ છે કે જેમાં ગરમીને લીધે પાણી બાષ્પીભવન પામે છે અને તેનાથી વાદળાં બંધાય છે. અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારે તે વરસાદ રૂપે ફરી પૃથ્વી પર આવે છે. આ પ્રક્રિયામાં બધી જ ક્રિયાઓ નિસ્વાર્થ થાય છે અને શ્રીકૃષ્ણ તેમને ' યજ્ઞકાર્ય ' કહે છે. સમુદ્ર પોતાના પાણીનું બાષ્પીભવન થવા દે છે કે જેથી વાદળાં બંધાય અને વાદળાં પોતાના અસ્તિત્વનું બલિદાન આપીને વરસાદમાં પરિણમે છે. આ બંને ક્રિયાઓ યજ્ઞરૂપી નિસ્વાર્થ ક્રિયાઓ છે. શ્રીકૃષ્ણ એ બાબત સમજાવે છે કે યજ્ઞરૂપી આ નિસ્વાર્થ ક્રિયા સર્વોચ્ચ વાસ્તવિકતા કે સર્વોચ્ચ શક્તિ ધરાવે છે (3.15). શરૂઆતમાં આ જ શક્તિનો ઉપયોગ કરીને રચનાકા રે આ રચના કરી (3.10)   અને દરેકને એમ સૂચવ્યું કે આનો જ ઉપયોગ દરેક આગળ વધવા માટે કરે (3.11). આમ આ જ બાબતને આપણે અનુસરીએ તો આપણે પરમ વાસ્તવિકતા સાથે આપણી જાતને જોડીએ છીએ અને યજ્ઞરૂપી નિસ્વાર્થ કાર્યથી તેની જ શક્તિનો ઉપયોગ કરીએ છીએ. વરસાદની એકબીજા સાથે ...

64. હંમેશા પોતાનું શ્રેષ્ઠ આપો

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " તું નિયત કર્તવ્ય કર્મ કર ; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે , તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય" (3.8). ભોજન એકત્રિત કરવું અને તેને આરોગવું એ માનવ શરીરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય કર્મો છે. વળી માનવ શરીરમાં અનેક અંગો , તંત્રો અને રસાયણો આવેલા છે તેઓ પણ નિયમિત પણે આંતરિક ક્રિયાઓ કરતા જ રહે છે. જો તેમાંથી એક બે પણ યોગ્ય રીતે ન થાય તો આપણા શરીરની સંવાદિતા ભંગ થાય છે અને તેને લીધે શરીરને નુકસાન પહોંચે છે અથવા તો શરીર નાશ પામે છે. તે રીતે જોવા જતાં નિષ્ક્રિયતા થી શરીરનો રખરખાવ સંભવ જ નથી . શ્રીકૃષ્ણ અહીં ફરજના ભાગ રૂપે આવતા કર્મો કરવાની વાત કરે છે એ ખૂબજ સૂક્ષ્મ વિચાર છે.   પવિત્ર ગ્રંથોમાં વર્ણિત રીતિરિવાજો અથવા તો સમાજ તરફથી આપણને મળેલ ફરજોને સામાન્ય રીતે આપણે આ૫ણી ફરજો કહી શકીએ. પરંતુ શ્રીકૃષ્ણ આપણને જે કહેવા માગે છે એ રીતે જોતા આ બંને વ્યાખ્યાઓનો વ્યાપ ટૂંકો પડે છે. આપણી ફરજ આ ભૌતિક જગતમાં ઉચ્ચતમ ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. ઉદાહરણ તરીકે જેમ એક બીજ વિશાળ વૃક્ષ બને છે કે જે રીતે એક કોષ વિકાસ પામતાં-પામત...

63. ભ્રમણા અને દંભ

Image
  જો કર્મ ના કર્તા આપણે નથી તો આ કર્તા કોણ છે ? શ્રીકૃષ્ણ જવાબ આપે છે કે , '' વ્યક્તિ ક્ષણભર માટે પણ કર્મ કર્યા વિના રહી શકતી નથી કારણ કે પ્રકૃતિ જન્ય ગુણોથી બાધિત દરેક વ્યક્તિ એ કર્મો કરવા જ પડે છે '' ( 3.5). અણુનાં ત્રણ કણો , ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી આ સમસ્ત ભૌતિક જગત નિર્માણ પામે છે.   એ જ રીતે સત્વ , તમો અને રજો આ ત્રણ ગુણો આપણને કર્મ કરવા તરફ દોરી જવા માટે જવાબદાર છે. એ રીતે જોતાં સાચા કર્તા આ ગુણો જ છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર-ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે , તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે" (3.6) .       આપણા સૌનો પારિવારિક અને સામાજિક સ્તરે ઉછેર એવી રીતે થયો છે કે જેમાં સારા વર્તનને માટે પુરસ્કાર અને ખરાબ વર્તનને માટે સજા મળે છે. આને પરિણામે આપણું વ્યક્તિત્વ બે ભાગોમાં વહેંચાઈ જાય છે અને આપણા આંતરિક ‘સ્વ’ અને બહારના ‘સ્વ’ વચ્ચે કોઈ સંવાદિતા રહેતી નથી. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ આપણી લાગણી દુભાવે છે ત્યારે આપણે આપણા શબ્દો અને ...

62. ‘હું’ થી સંન્યાસ

Image
  શ્રીકૃષ્ણ અર્જુનને જવાબ આપે છે, ''જે રીતે મેં અગાઉ કહ્યું કે આ જગતમાં મોક્ષના બે માર્ગો છે - જ્ઞાનીઓ માટે જ્ઞાન માર્ગ અને યોગીઓ માટે કર્મનો માર્ગ'' (3.3). આ શ્લોક એમ સૂચવે છે કે જાગૃતિનો માર્ગ બુદ્ધિ કેન્દ્રી વ્યક્તિ માટે છે અને કર્મનો માર્ગ મન કેન્દ્રી વ્યક્તિ માટે છે. શ્રીકૃષ્ણ આગળ સ્પષ્ટતા કરે છે કે, ''માત્ર કર્મને અવગણવાથી વ્યક્તિ નિષ્કર્મ પ્રાપ્ત કરી શકતી નથી અને માત્ર સંન્યસ્ત ગ્રહણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી'' (3.4).    સંન્યાસ ને લગભગ દરેક સંસ્કૃતિમાં ખૂબ પ્રતિષ્ઠા અપાઈ છે કારણ કે ત્યાગ કરનારા કંઈક એવું કરી શકે છે કે જે સામાન્ય વ્યક્તિ કરી શકતી નથી. એટલે જ આપણામાંના ઘણા લોકોને અર્જુન ની વિચારધારા વધુ યોગ્ય લાગે છે જ્યારે તે સામ્રાજ્ય મેળવવાના વૈભવ અને યુદ્ધની પીડાથી સંન્યાસ લેવા માગે છે. શ્રીકૃષ્ણ પણ સંન્યાસ ના પક્ષમાં જ છે પરંતુ તે આપણને દરેક કર્મમાંથી ‘હું’ પણાંના ભાવનો ત્યાગ કરવા કહે છે. શ્રીકૃષ્ણ માટે યુદ્ધ એ કોઈ મુદ્દો નથી, પણ અર્જુનનું 'હું' પણું એ છે. શ્રીકૃષ્ણને માટે, નિર્-મમ અને નિર્-અહંકાર એ શાશ્વત સ્થિતિનો માર્ગ છે (...