66. સમર્પણ અથવા સંઘર્ષ
જીવન જીવવાના બે માર્ગો છે. એક છે સંઘર્ષ અને બીજો છે સમર્પણ. સમર્પણ નો માર્ગ એ કંઇ યુદ્ધમાં હારેલા નિઃસહાય વ્યક્તિના સમર્પણ જેવો નથી આ સમર્પણ તો જાગૃતિ પૂર્વકનું અને સક્રિય સ્વીકાર સાથેનું સમર્પણ છે. સંઘર્ષ એ હંમેશા બીજા કરતાં આગળ નિકળવામાં; આપણને જે સહજ આપવામાં આવ્યું છે એના કરતાં વધુ મેળવવામાં કે પછી આપણી પાસે જે છે તેનાથી કશુંક જુદું પ્રાપ્ત કરવા માટે કરવો પડે છે. જ્યારે બીજી બાજુ સમર્પણમાં તો પ્રત્યેક જીવંત ક્ષણને માટે ધન્યતાનો ભાવ રહેલો છે.
શ્રીકૃષ્ણ કહે
છે કે, ''જો કોઈ વ્યક્તિ સૃષ્ટિ ચક્રનું અનુસરણ
નથી કરતી અને ઇંદ્રિયમાં જ રચી૫ચી રહે છે તો તેનું જીવન વ્યર્થ છે'' (3.16). જે વ્યક્તિ ઇન્દ્રિયોને સંતોષવાના માર્ગે છે, તેને માટે જીવન સંઘર્ષ જ રહેશે કેમકે તે ક્યારેય સંતોષાવાની નથી. આ પ્રકારનો સંઘર્ષ જીવનમાં તણાવ, ચિંતા અને દુઃખ નીપજાવે છે અને પરિણામે જીવન
વ્યર્થ થઈ જાય છે.
શ્રીકૃષ્ણ અસ્તિત્વના ચક્રને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે
(3.14). વરસાદ એ બાષ્પીભવન પામીને વરસાદ રૂપે વરસતા જળની નિસ્વાર્થ ક્રિયા સૂચવે
છે. આવી નિસ્વાર્થ ક્રિયાઓ સર્વોચ્ચ શક્તિ ધરાવે છે (3.15). નિસ્વાર્થ ક્રિયાના
ચક્રનું અનુસરણ કરવું એ સમર્પણનું જીવન છે જે આપણને આનંદ આપે છે અને તેનાથી આપણને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
શ્રીકૃષ્ણ કહે
છે કે, "જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં
જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું
કરવાનું બાકી નથી રહેતું" (3.17). આ જીવનની ઇંદ્રિયોથી મુક્ત એવી સ્થિતિ છે કે
જેમાં વ્યક્તિને અસ્તિત્વ થી ભિન્ન એવી કોઈ જ ઇચ્છા રહેતી નથી. આમાં નિસ્વાર્થ કર્મ
કરતાં-કરતાં જે કંઈ પણ માર્ગમાં આવે તેનો શુદ્ધ અને સંપૂર્ણ સ્વીકાર કરવામાં આવે છે.
ના કોઈ ઈચ્છા કે ના કોઈ ફરજ. "એ મહાપુરુષનું આ સંસારમાં ન તો
કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથીયે કશું પ્રયોજન રહે છે
તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેશમાત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો"
(3.18).
‘સ્વમાં સંતૃપ્તિ’ એ ગીતાનો મૂળભૂત ઉપદેશ
છે કે જેમાં વ્યક્તિ પોતાની જાતમાં ખુશ છે અને પોતાની જાતથી સંતુષ્ટ છે. જ્યારે કોઈ
વ્યક્તિ પોતાની જાતથી સંતુષ્ટ હોય છે, ત્યારે આપણા અધિકારો અને ક્ષમતાઓ વિશે કોઈ ફરિયાદ
અથવા સરખામણી રહેતી નથી.

Comments
Post a Comment