64. હંમેશા પોતાનું શ્રેષ્ઠ આપો

 

શ્રીકૃષ્ણ કહે છે કે, "તું નિયત કર્તવ્ય કર્મ કર; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે, તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય" (3.8).

ભોજન એકત્રિત કરવું અને તેને આરોગવું એ માનવ શરીરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય કર્મો છે. વળી માનવ શરીરમાં અનેક અંગો, તંત્રો અને રસાયણો આવેલા છે તેઓ પણ નિયમિત પણે આંતરિક ક્રિયાઓ કરતા જ રહે છે. જો તેમાંથી એક બે પણ યોગ્ય રીતે ન થાય તો આપણા શરીરની સંવાદિતા ભંગ થાય છે અને તેને લીધે શરીરને નુકસાન પહોંચે છે અથવા તો શરીર નાશ પામે છે. તે રીતે જોવા જતાં નિષ્ક્રિયતા થી શરીરનો રખરખાવ સંભવ જ નથી.

શ્રીકૃષ્ણ અહીં ફરજના ભાગ રૂપે આવતા કર્મો કરવાની વાત કરે છે એ ખૂબજ સૂક્ષ્મ વિચાર છે.  પવિત્ર ગ્રંથોમાં વર્ણિત રીતિરિવાજો અથવા તો સમાજ તરફથી આપણને મળેલ ફરજોને સામાન્ય રીતે આપણે આ૫ણી ફરજો કહી શકીએ. પરંતુ શ્રીકૃષ્ણ આપણને જે કહેવા માગે છે એ રીતે જોતા આ બંને વ્યાખ્યાઓનો વ્યાપ ટૂંકો પડે છે.

આપણી ફરજ આ ભૌતિક જગતમાં ઉચ્ચતમ ક્ષમતા પ્રાપ્ત કરવાની છે. ઉદાહરણ તરીકે જેમ એક બીજ વિશાળ વૃક્ષ બને છે કે જે રીતે એક કોષ વિકાસ પામતાં-પામતાં જનીન તત્ત્વના સૂચનો પર કામ કરતાં-કરતાં એક જટિલ માનવ શરીરનું નિર્માણ કરે છે. આનો અર્થ એ થયો કે આપણા ગુણો દ્વારા જે રીતે જનીન તત્ત્વમાંથી કોષોને સૂચન મળે છે તે રીતે આપણું કર્મ પણ નિયત થઈ જ ગયું છે. આથી હવે એ જ બાકી બચે છે કે આપણે એ સૂચનોનું પાલન કરીએ જેમાં વિકાસ પામવો, સ્વસ્થ થવું અને પોતાનું રક્ષણ કરવાનો સમાવેશ થાય છે.   

તેમાં આપણે પૂરી ક્ષમતાઓથી આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું એ મહત્વનું છે. અહી માત્ર આપણે શું કરીએ છીએ એ જ મહત્વનું નથી પરંતુ આપણે કેટલું શ્રેષ્ઠતાથી કરીએ છીએ એ પણ મહત્વનું છે. અલબત્ત આ 'શ્રેષ્ઠ રીત' આપણા દરેકને માટે અલગ અલગ હોઈ શકે છે અને તેનો આધાર આપણી ક્ષમતા, અનુભવો અને સમય વગેરે બાબતો પર રાખે છે. શ્રેષ્ઠતા માત્ર હાજર રહેવું, મૌન ધારણ કરવું કે સહાનુભૂતિ પૂર્વક સાંભળવું જેટલી સરળ પણ હોઈ શકે. આ આપણને શાસ્વત સ્થિતિની મોક્ષ (ગુણોની પેલે પાર થવું) સુધી લઈ જશે જે આપણા અવ્યક્ત ભાગની ફરજ છે (2.72). તેમાં ‘કરવા' નું મહત્વ છે પસંદગીનું નહીં જે રીતે આપણા જીવનની સૌથી મોટી ઘટના એટલે કે આપણો જન્મ આપણી પસંદગી પ્રમાણે નથી હોતો.

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા