Posts

60. વિષાદથી બુદ્ધત્વ સુધી

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર , અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે , તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે , તે જ પુરુષ પરમ શાંતિ પામે છે , ભોગોને ઇચ્છનારો નહીં (2.70). તેઓ આગળ કહે છે "જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો , અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો છે (2.71). આ બ્રહ્મનેપામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે ; આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે" (2.72). આ શાશ્વત સ્થિતિ (મોક્ષ-૫રમમુક્તિ , આનંદ અને કરૂણા) માટે શ્રીકૃષ્ણ સમુદ્ર નુ ઉદાહરણ આપે છે, જેમાં સમુદ્રમાં પાણી લાવતી નદીઓ એ આપણા ઇંદ્રિયો દ્વારા સતત અનુભવાતી ઉત્તેજનાઓ છે. જે વ્યક્તિએ આ શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે તે તૃષ્ણાઓ કે ઇચ્છાઓ જાગતી હોવા છતાં પણ એક સમુદ્રની જેમ સ્થિર અને અવિચલિત રહે છે. બીજી વાત એ કે જ્યારે નદીઓ સમુદ્રમાં મળે છે ત્યારે તે પો...

59. ભૌતિક જાગૃતિ અને આધ્યાત્મિક નિંદ્રા

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે , તે નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે , અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે , પરમાત્માના તત્ત્વને જાણનાર મુનિ માટે તે રાત્રી સમાન છે" (2.69). આ શ્લોકમાં રૂપક પ્રયોજીને "ભૌતિક રીતે જાગૃત પરંતુ આધ્યાત્મિક રીતે સુષુપ્ત" કે તેનાથી વિપરીત દશા વિશે કહેવાયું છે. તે શાબ્દિક રીતે પણ સમજી શકાય છે. જીવવાની બે શક્યતાઓ રહેલી છે, એક કે જેમાં આપણે સુખ માટે આપણી ઇંદ્રિયો પર નિર્ભર હોઇએ અને બીજી કે જેમાં આપણે આપણી ઇંદ્રિયોથી મુક્ત થઈએ અને તેને આપણા નિયંત્રણમાં રાખીએ. જે લોકો પહેલી શ્રેણીમાં આવે છે તેના માટે જીવનને બીજી રીતે જીવવું એ અજુગતું છે અને શ્લોક માં જે રાત્રિ શબ્દ પ્રયોજ્યો છે એ આજ અજ્ઞાન સૂચવે છે. બીજું એ કે જ્યારે આપણે આપણા ઇંદ્રિયના કોઈ એક અંગનો ઉપયોગ કરતા હોઇએ છીએ ત્યારે આ૫ણું ધ્યાન ક્યાંક બીજે હોય છે અને એટલે જ એ સમજી શકાય છે કે તેનો ઉપયોગ યાંત્રિક રીતે થઈ રહ્યો છે , અને જાગૃતિ પૂર્વક નહીં. ઉદાહરણ તરીકે જ્યારે આપણે ભોજન લેતા હોઇએ છે ત્યારે આપણું ...

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે , તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઈન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે , તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે" (2.67). આમાં પવન એ આપણી ઇચ્છાઓ નું રૂપક છે જે આપણા મન અને ઇંદ્રિયોને ખેંચી જાય છે અને આપણી બુદ્ધિને (હોડી) અસ્થિર બનાવે છે. ઇચ્છાઓના સંદર્ભે જીવનને ચાર વિભાગોમાં વહેંચી શકાય જેમાં બ્રહ્મચર્ય , ગૃહસ્થ , વાનપ્રસ્થ અને સંન્યાસ નો સમાવેશ થાય છે.   આ વિભાજન માત્ર ઉમરને આધારે નથી હોતું પરંતુ વ્યક્તિના જીવનની તીવ્રતા પર પણ આધાર રાખે છે. પ્રથમ તબક્કામાં ઉછેર , પુસ્તક આધારે જ્ઞાન પ્રાપ્ત કરવું , શારીરિક ક્ષમતા કેળવવી અને સાથે-સાથે અમુક પ્રારંભિક કૌશલ્ય કેળવવાનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં પરિવાર , આપણું કામ , કૌશલ્યોનું શુદ્ધિકરણ , વિવિધ પદાર્થો અને સ્મૃતિઓ એકત્રિત કરવી , જીવનના વિવિધ પાસાઓથી કામ પાર પાડવું અને પોતાની ઇચ્છા પૂર્તિ કરવાનો અનુભવ લેવો ૫છી ભલે તેમાં સફળતા મળે કે નિષ્ફળતા.   આ પ્રક્રિયા દરમ્યાન વિવિધ પ્રકારનું જ્ઞાન , કૌશલ્ય અને જીવનના અનુભવોનું મિશ્રણ પ્રાપ્ત કરે છે...

57. મધ્યમાં સ્થિત

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે અયુક્ત (અસંતુલિત) માં બુદ્ધિ અને ભાવ બંનેનો અભાવ હોય છે તેને કદી શાંતિ પ્રાપ્ત નથી થતી અને અશાંતને કદી સુખ પ્રાપ્ત થતું નથી ( 2.66 ). શ્રીકૃષ્ણ સમત્વ પર ભાર મૂકે છે ( 2.38 અને 2.48 ) અને આ શ્લોક પણ એ જ બાબત એક જુદા દ્રષ્ટિકોણથી દર્શાવે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ મધ્યમાં કેન્દ્રિત થતી નથી ત્યાં સુધી તે કોઈ બીજા જ કેન્દ્રો જેવા કે મિત્રો , શત્રુ , પોતાનું કામ , પોતાના પતિ કે પત્ની , બાળકો , પૈસા , સુખ, ઉપભોગ , સત્તા કે માલિકી ભાવ વગેરેમાં ફસાઈ જાય છે અને આ રીતે કોઈ અન્ય કેન્દ્રોમાં રમમાણ રહેવું એ અયુક્ત ની નિશાની છે. જ્યારે કોઈ વ્યક્તિ માત્ર ધન કેન્દ્રી બને છે ત્યારે તેના સઘળા આયોજનો તથા તેની ક્રિયાઓ બધું જ માત્ર ધન વૃદ્ધિની આસપાસ જ ફર્યા કરે છે અને તેના માટે બીજી બધી જ બાબતો જેમકે સંબંધો , સ્વાસ્થ્ય વગેરે સૌનો ભોગ લેવાય છે. તેવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ ઉપભોગ કેન્દ્રી હોય ત્યારે તે એ સુખ મેળવવા માટે કોઈને છેતરવું , દગો દેવો કે બીજું કંઈ પણ કરવાથી ખચકાટ અનુભવતી નથી. તેવી જ રીતે જીવનસાથી કેન્દ્રિત વ્યક્તિ આખા જગત નું મૂલ્યાંકન માત્ર તેમના જીવનસાથી સાથે કેવો...

56. આધ્યાત્મિકતામાં કારણ અને પ્રભાવ

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " અંતઃકરણ પ્રસન્ન થતાં આનાં સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન-ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે" (2.65). આ આપણી સામાન્ય સમજ કરતા ઊલટું લાગે છે કારણ કે આપણે ત્યારે જ સંતુષ્ટ થઈએ છીએ જ્યારે આપણી ઇચ્છાઓ પૂરી થાય અને તેને આપણે સુખની પ્રાપ્તિ અને દુઃખનો (જે મહદંશે આ૫ણું સ્વસર્જિત હોય છે) નાશ કહીએ છીએ. પરંતુ શ્રીકૃષ્ણ આપણને પહેલા સંતુષ્ટ થવા માટે કહે છે, બાકીનું બધુ આપોઆપ તેની સાથે થઈ જશે. ઉદાહરણ તરીકે આપણી સમજ પ્રમાણે જો આપણી અંદર તાવ કે શરીરના દુખાવાના કોઈ લક્ષણો હોય તો આપણે સ્વસ્થ નથી. હવે જો માત્ર આ લક્ષણોને દબાવી દેવામાં આવે તો તેનાથી આપણે સ્વસ્થ થઇ જતા નથી તેના માટે આપણે તેની પાછળ રહેલા કારણને ઠીક કરવું પડે છે. તો બીજી બાજુ આરોગ્યપ્રદ આહાર, સારી નિદ્રા, નિયમિત કસરતો વગેરે આપણને સારું સ્વાસ્થ્ય આપે છે. એ જ રીતે ભય, ક્રોધ અને દ્વેષ એ દુઃખ ના જ ભાગ છે જે એમ દર્શાવે છે કે આપણી અંદર સંતોષ નથી પરંતુ જો હવે આપણે દુઃખના આ સંકેતોને બળ પૂર્વક દબાવી દઈએ તો તે આપણને સંતુષ્ટ કરી શકતા નથી.  ...

55. વિષચક્ર અને શુભચક્ર

Image
  વિષચક્રો અને શુભચક્રો ઘટનાઓની ઘટમાળ પ્રમાણે એક પછી એક આવ્યા જ કરે છે અને તેના પરિણામો અનુક્રમે દુઃખ કે સુખ પ્રાપ્ત થાય છે. જો આપણી આવક કરતાં ખર્ચાઓ વધુ હોય તો આપણે ઉધારી અને દેવામાં સપડાઈ જઈએ છે , આ એક વિષ ચક્ર છે. જો ખર્ચાઓ કરતા આવક વધુ હોય તો બચત થાય છે અને સંપત્તિ નિર્માણ થાય છે , આ એક શુભ ચક્ર છે. શ્રીકૃષ્ણ આ ચક્રો વિશે શ્લોકો 2.62 થી 2.64 માં જણાવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે , " વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે , આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે , મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે , સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાની એ પુરુષનું પોતાની સ્થિતિથી નું પતન થાય છે" (2.62-2.63). આ મનુષ્યની પડતીનું વિષચક્ર છે. તો બીજી બાજુ શ્રીકૃષ્ણ કહે છે કે , "પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે" (2.64). આ બીજું ક...

54. ઇંદ્રિયોની સ્વચાલિતતા

Image
  શ્રીકૃષ્ણ અર્જુનની ચેતવે છે કે આ વલોપાત સર્જનારી ઇંદ્રિયો પ્રયત્નશીલ જ્ઞાનીનાં મનને પણ બળ પૂર્વક ખેંચી જવા સક્ષમ છે ( 2.60 ). આ શ્લોક ઈચ્છઓથી ભરેલી ઇંદ્રિયોની સ્વચાલિત તા વિશે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ ધુમ્રપાન કરનાર વ્યક્તિ છે કે જે ખુબ સારી રીતે જાણે છે કે ધૂમ્રપાનનું નુકસાન શું છે તેમ છતાં પણ ધુમ્રપાન છોડવું તેને માટે ખૂબ જ કઠિન થઈ જાય છે, તેને એ વાતનો પસ્તાવો થાય કે તે એ બાબતે જાગૃત બને ત્યાં સુધીમાં તો સિગારેટ સળગી ગઇ હોય છે. કોઈપણ વ્યક્તિ જયારે રસ્તા પર ઝગડા કે અપરાધો કરતી હોય ત્યારે એ સમજવું કે એ તેનાથી ઉત્તેજનાવશ અને તત્કાલીન ૫રિસ્થિતિ ના લીધે થઈ જાય છે નહીં કે જાગૃત અવસ્થામાં. એ જ રીતે જે વ્યક્તિ પોતાના કામના સ્થળે કે પરિવારમાં ઉગ્ર શબ્દો બોલતી હોય છે તેને પણ એ વાતનો પસ્તાવો થતો હોય છે કારણ કે પ્રથમ તબક્કે તેઓ એવું ઇચ્છતા નથી હોતા. આ બધા જ ઉદાહરણો એ જ બાબત સૂચવે છે કે ઇંદ્રિય આપણને નિયંત્રણમાં લઇ લે છે અને આપણને કર્મબંધનમાં બાંધે છે.     આપણા શિશુકાળના વર્ષોમાં આપણા મગજમાં આવેલ ચેતાકોષો અમુક ખાસ પ્રકારના જોડાણ રચે છે જેને ચેતાકોષીય જોડાણ કહેવાય છે, જેને...