Posts

86. કામના અને સંકલ્પ બંનેનો ત્યાગ કરો

Image
  દરેક સંસ્કૃતિએ સમાજમાં શાંતિ જળવાઈ રહે માટે શું કરવું અને શું ન કરવું આ બાબતો નો સ્વીકાર કર્યો છે, આગળ જતાં ન્યાયતંત્રના વિકાસને પરિણામે આ ન કરવાના કાર્યોને સજા યોગ્ય અપરાધ ગણવામાં આવ્યા. અપરાધી ન્યાયશાસ્ત્ર પ્રમાણે અ૫રાઘમાં ઉદ્દેશ અને અમલવારી બંને સામેલ હોવા જરૂરી છે. ઉદ્દેશ એ અપરાધ પાછળનો વિચાર છે જ્યારે તેનો અમલ એ તેની ભૌતિક બાજુ છે. કોઈપણ વ્યક્તિને અપરાધી સાબિત કરવા માટે આ બંને પાસાંઓનું હોવું જરૂરી છે.   જો આપણે ઉદ્દેશ ને સંકલ્પ (ઇચ્છાશક્તિ અથવા હેતુ) તરીકે લઈએ અને તેના અમલીકરણ ને કામના (ઇચ્છા) તરીકે લઇએ તો આપણને શ્રીકૃષ્ણની એ વાત સમજાય , કે જેમાં તેઓ કહે છે કે , '' જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે , એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે ” (4.19). સામાન્ય રીતે સમાજ ત્યાં સુધી સંતુષ્ટ રહેશે જ્યાં સુધી કોઈ અપરાધ કાર્ય થતું નથી પછી ભલેને કોઈ વ્યક્તિ અપરાઘી ભાવ સાથે સમાજમાં ફરતી હોય. શ્રીકૃષ્ણ કહે છે કે આપણે સર્વપ્રથમ કામના નો ત્યાગ કરવો જોઈએ અને આગળ જતાં આપણે સંકલ્પનો પણ ત્યાગ કરવો જોઈએ. ...

85. કર્મ, અકર્મ અને વિકર્મ

Image
  'એક્ટ્સ ઓફ કમિશન એન્ડ ઓમિશન' એ સામાન્ય રીતે કાયદાની ભાષામાં વપરાતા શબ્દો છે.   કોઈ વાહન ચાલક જ્યારે યોગ્ય ક્ષણે બ્રેક મારવાનું ચૂકી જાય ત્યારે તેનાથી ચૂક થઈ કહેવાય કે જેને લીધે અકસ્માત થયો . આ ચૂક થવાની ક્રિયા અથવા તો અકર્મ એ અકસ્માત થવાના કર્મ ભણી દોરી જાય છે. એ જ રીતે જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ત્યારે આપણે આપણી પાસે રહેલા અનેક વિકલ્પો માંથી અમુક પસંદ કરીએ છીએ. જ્યારે આપણે તેમાંના એક વિકલ્પ ને પસંદ કરી અને તે પ્રમાણે કર્મ કરીએ છીએ ત્યારે અન્ય વિકલ્પો આપણા માટે અકર્મ બની જાય છે આ રીતે એ સમજણ સ્પષ્ટ થાય છે કે દરેક કર્મની પાછળ અકર્મ સંતાયેલું જ છે. આ ઉદાહરણોથી આપણને શ્રીકૃષ્ણનું એ ગૂઢ વાક્ય સમજવામાં મદદ મળે છે કે જેમાં તેઓ કહે છે કે , “ જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે , એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ યોગી સમસ્ત કર્મો કરના રો છે ” (4.18). શ્રીકૃષ્ણ કહે છે કે , " કર્મ શું છે ? અને અકર્મ શું છે ? - એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે" (4.16). તેઓ આગળ કહે છે કે , " કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ ...

84. મુક્ત આત્માઓની રીત

Image
  શ્રીકૃષ્ણ કહે છે કે , " કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી , માટે મને કર્મો લિપ્ત નથી કરતાં - આ પ્રમાણે જે મને તત્ત્વ થી જાણી લે છે , તે પણ કર્મોથી નથી બંધાતો" (4.14). આ બાબત શ્રીકૃષ્ણના એ શબ્દોને સિદ્ધ કરે છે કે આ૫ણો કર્મમાં અધિકાર છે કર્મફળમાં નહીં ( 2.47 ). ૫રમાત્મા તરીકે તેઓ ૫ણ એ જ બાબતને અનુસરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે તેઓએ જ આ મનુષ્યોના વર્ણો અને વિભાગોની રચના કરી હોવા છતાં તેઓ તેના કર્તા નથી , આના દ્વારા તેઓ આ૫ણને કર્તા૫ણાના અભાવ તરફ ઇશારો કરે છે (4.13). શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , " પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યાં છે , માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલાં કર્મોને જ કર" (4.15). જીવનના સામાન્ય ક્રમ પ્રમાણે આ૫ણે કર્મફળ પ્રાપ્ત કરવા માટે જ કર્મ કરીએ છીએ. અને તેથી જ જયારે આ૫ણને કર્મફળ ત્યાગ કરવાનું કહેવામાં આવે છે ત્યારે આ૫ણે કર્મનો ૫ણ ત્યાગ કરી દઈએ છીએ. અહીં શ્રીકૃષ્ણ ત્યાગનું એક જુદું જ પાસું આ૫ણી સમક્ષ મૂકે છે કે જ્યાં તેઓ આ૫ણને કર્મ કરતાં-કરતાં , કર્મફળ અને કર્તા૫ણાથી આસક્તિનો ત્યાગ કરવાનું કહે છે. તેઓની અર્જુનને યુદ્ધ ક...

83. અસત્યનો આધાર સત્ય જ છે

Image
  આપણે જગતને જે રીતે જાણીએ છીએ તેમાં બંને સમાવિષ્ટ છે સત્ય અને અસત્ય. કાળજીપૂર્વક આ બાબતે વિચાર કરશો તો આપણને સમજાશે કે અસત્ય એ કંઈ જ નથી પરંતુ ખોટી રીતે સમજાયેલું એક સત્ય છે   જેનું કારણ આપણા સંજોગો કે આપણી ઇંદ્રિયો અને મનની મર્યાદા હોઈ શકે. જાણીતી એવી સર્પ-રજ્જુ ન્યાયની વાતમાં , દોરડું સત્ય છે અને સર્પ અસત્ય છે પરંતુ તે દોરડાં વગર તેનું અસ્તિત્વ સંભવ નથી. પરંતુ આ સમજણ આપણને આવે ત્યાં સુધી તો આપણા બધા જ વિચારો અને ક્રિયાઓ અસત્ય પ્રમાણે જ ઘડાઈ ચુક્યા હોય છે અને ક્યારેક તો તે સમાજમાં અનેક પેઢીઓ સુધી ચાલુ રહે છે. એ જ રીતે જો આપણે ટેકનોલોજીને સત્યના રૂપક તરીકે ધ્યાન પર લઈએ તો તેનો દુરુપયોગ એ અસત્ય છે. એક લાઉડ સ્પીકરનો ઉપયોગ કોઈ સારી બાબતના પ્રચાર માટે પણ થઇ શકે અને તેના ઉપયોગથી ભોળા લોકોને હિંસા માટે ઉશ્કેરી પણ શકાય. આજના સોશ્યલ મીડિયાને પણ સત્યના એક રૂપક તરીકે જોઈએ તો તેનો દુરુપયોગ થાય એ અસત્ય જ છે. કૃષ્ણને સમજવા સત્ય અને અસત્યની સમજ સ્પષ્ટ હોવી એ ખૂબ જરૂરી છે જ્યારે તેઓ કહે છે કે , '' મેં ગુણ અને કર્મોની ભિન્નતાને આધારે ચાર વર્ણો બનાવ્યા છે , પરંતુ મને આ બાબતે અકર્તા અને અપ...

82. જે વાવીએ, તે જ લણીએ

Image
  ભૌતિક સંસ્થાઓ અનુમાનિત વર્તન અને લક્ષણો દ્વારા સંચાલિત હોય છે. શ્રીકૃષ્ણ આપણને સર્વશક્તિમાન અવ્યક્ત અને વ્યક્ત વચ્ચેનો સંબંધ દર્શાવે છે જ્યારે તેઓ કહે છે કે , “ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે , હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું ; કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે ” (4.11) આમાં પહેલી વાત તો એ કે અહીં ભગવાન સ્વયં આપણને એ બાબતની ખાતરી આપે છે કે આપણે જે કોઈપણ માર્ગ અનુસરીએ અને એ માર્ગો બહારથી ગમે તેટલા વિરોધાભાસી લાગે ,   પરંતુ એ બધા જ માર્ગો અંતે અવ્યક્ત પરમાત્મા તરફ જ લઈ જાય છે. બીજી વાત એ કે ભગવાન એક બહુપરિમાણીય દર્પણ ની જેમ પ્રતિભાવ આપે છે જે આપણી જ લાગણીઓ, વિચારો અને ક્રિયાઓને પરાવર્તિત કરે છે અને તેની જ પ્રતિધ્વનિ ઉત્પન્ન કરે છે. ત્રીજી બાબત એ કે જ્યારે આપણે કોઈ બીજ વાવીએ છીએ , પોતાની પૂર્ણ ક્ષમતા પ્રમાણેનું વૃક્ષ બનતા સમય લે છે અને આ સમય અવધિ આપણને પરમાત્માના પ્રતિધ્વનિનો નિયમ સમજતાં રોકે છે. જો આપણે આપણા જીવનને બિનશરતી પ્રેમ અને શ્રદ્ધાથી ભરી દઈએ તો આ પ્રેમ અને શ્રદ્ધા જ   ચોક્કસ પણે સમયાંતરે ફરીને આપ ણી પાસે આવે છે અને આપણા જીવનને આનંદમય બના...

81. 'હું' સમાવેશ છે

Image
  ગીતામાં , અર્જુન અને શ્રીકૃષ્ણ બંને ‘હું’ અને ‘મને’ શબ્દોનો પ્રયોગ કરે છે પરંતુ બંનેના   ઉપયોગના અર્થ અને સંદર્ભ જુદા-જુદા છે. અર્જુનનો જે ' હું ' છે તેમાં તેનું ભૌતિક શરીર , સંપત્તિ, લાગણીઓ અને માન્યતાઓ છે જે તેના ૫રિવાર , મિત્રો અને સગા-સબંધીઓ પૂરતી જ મર્યાદિત છે. આ૫ણી સ્થિતિ ૫ણ અર્જુન કરતાં જરા ૫ણ ભિન્ન નથી. આ૫ણે ૫ણ મૂળભૂત રીતે અમુક વસ્તુઓને સવિશેષ રૂપે આ૫ણી ગણીએ છીએ જ્યારે બાકીની વસ્તુઓને નહીં. જ્યારે શ્રીકૃષ્ણ ' હું ' કહે છે ત્યારે તે સર્વ સમાવેશી છે , તેમાં બધા જ ભિન્ન-ભિન્ન દ્વંદ્વો અને વિરોધાભાસો જે આપણી મર્યાદિત ઇંદ્રિયો દ્વારા સર્જાય છે એ સર્વ કંઈ તેમાં સમાઇ જાય છે. શ્રીકૃષ્ણ એ જ પરિપ્રેક્ષ્યમાં ગીતામાં બીજે પણ કહે છે કે , '' હું મૃત્યુ છું અને હું જ જન્મ. ''   શ્રીકૃષ્ણ જો મહાસાગર છે તો આ૫ણે અહંકાર રૂપી આ૫ણા વ્યક્તિગત અસ્તિત્વ તરીકે તો આ મહાસાગર માં ટીપાં સમાન છીએ. જ્યારે એ ટીપું પોતાનું ભ્રમિત વ્યક્તિગત અસ્તિત્વ નો ત્યાગ કરી આ મહાસાગરમાં મળી જાશે ત્યારે તે પણ મહાસાગર બની જાય છે. શ્રીકૃષ્ણ એ બાબત તરફનો ઈશારો કરે છે જ્યારે તેઓ કહે છે કે , ...

80. માયાની અભિવ્યક્તિ

Image
  જે રીતે ફરતા ચક્રને ફરતું રાખવા માટે એક સ્થિર ધરી ની જરૂર પડે છે , તેવી જ રીતે આ સતત પરિવર્તનશીલ એવા દ્રશ્યમાન જગતને તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક શાંત , અપ્રગટ અને અપરિવર્તનશીલ તત્ત્વની જરૂર પડે છે. આપણી જેમ અર્જુન પણ દ્રશ્યમાન એવા માનવ શરીરની કક્ષાએ હોવાથી પોતાના પરિવાર જનોના મૃત્યુની ચિંતા કરે છે. પરમાત્મા રૂપી શ્રીકૃષ્ણ કે જે અત્યારે દ્રશ્યમાન સ્વરૂપમાં છે તેઓ સમજાવે છે કે શા માટે અને કેવી રીતે અવ્યક્ત તત્ત્વને પ્રગટ રૂપ લેવાની જરૂર પડે છે. તેઓ કહે છે , “ હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ , તેમજ બધાંય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું” ( 4.6). માયા કે જે એક વિચાર જ છે તેના દ્વારા અવ્યક્ત પ્રગટ થાય છે જેવી રીતે પરમાત્મા પ્રગટ થાય છે.   આમાં તફાવત માત્ર એટલો જ રહે છે કે તેમની ચેતનાની કક્ષા , ઇચ્છાઓ અને કરુણાનું સ્તર જુદું હોય છે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે , "જ્યાં અને જયારે ધર્મનું પતન   થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરું છું (4.7). ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો...