94. શીખવાની કળા

 

જીવન પર્યંત શીખતા રહેવું એ મનુષ્યને મળેલી કુદરતી ક્ષમતા છે. મહત્વનો પ્રશ્ન છે કે કેવી રીતે શીખવું અને શું શીખવું.  શ્રીકૃષ્ણ કહે છે, ''એ જાણો કે પ્રણામ કરીને, પ્રશ્ન કરીને કે સેવા કરીને; જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તેવા જ્ઞાનીઓ તમને એ જ્ઞાન શીખવશે'' (4.34).

પ્રણામ કરવા એ વિનમ્રતાની અન્યના દ્રિષ્ટીકોણને સમજવાની અને મન ખુલ્લું હોવાની નિશાની છે; તે દર્શાવે છે કે આપણે આપણા અહંકાર પર નિયંત્રણ મેળવેલું છે. પ્રશ્ન કરવા એ ઇલેક્ટ્રોનિક સર્કિટના પ્રતિસાદ લૂ૫ જેવું છે જેમાં આપણે જે કંઈ પણ કહીયે છીએ કે કરીએ છીએ તેને ત્યાં સુધી પ્રશ્ન કરતા રહીએ છીએ જ્યાં સુધી બધા જ પ્રશ્નો ખરી ન પડે. સેવા એ કરુણા છે.

બીજો પ્રશ્ન ઉદ્ભવે કે સાક્ષાત્કારી વ્યક્તિ (ગુરૂ) કોણ છે અને તેને કઈ રીતે શોધવા? શ્રીમદ્ ભાગવતમાં, શ્રીકૃષ્ણ એવા જ્ઞાની વ્યક્તિની વાત કરે છે કે જે કહે છે કે તેને 24 ગુરુ છે અને તેણે પૃથ્વી પાસેથી ક્ષમા, બાળક પાસેથી નિર્દોષતા, સૂર્ય પાસેથી સમાનતા, હવા પાસેથી અનાસક્તિ, મધમાખીઓ પાસેથી સંગ્રહ ન કરવાની વૃત્તિ, માછલીઓ પાસેથી ઇંદ્રિયોની જાળ જેવું ઘણું શીખ્યો છે અને આ યાદી હજી ઘણી લાંબી છે. આનો અર્થ એ થયો કે ગુરુ તો આપણી આસપાસ જ છે જો આપણી અંદર શીખવા અંગેના ઉ૫ર જણાવેલ ત્રણ ગુણ હોય.

'શું શીખવું' એ બાબતે કૃષ્ણ એમ કહીને સ્પષ્ટતા કરે છે કે, ''જે જ્ઞાન પ્રાપ્ત કરીને તમે ફરી મોહ પામોં નહીં અને જે જ્ઞાન વડે તમે બધા જીવોને પોતાના માં અને પછી મને પણ પોતામાં જુઓ'' (4.35).  આ શ્લોક ને એ રીતે પણ સમજાવવામાં આવે છે કે ''એવું જ્ઞાન પ્રાપ્તિ કરો કે જે જાણ્યા બાદ કશું જાણવાનું જ ન રહે''. આનો અર્થ ચોક્કસપણે જગતના બધા જ પુસ્તકો વાંચવું એવો નથી. શ્રીકૃષ્ણ આ વાતને સરળતાથી સમજાવતા કહે છે કે એ એવું તત્ત્વ છે કે જેના દ્વારા આપણે દરેક જીવો અને ઈશ્વરને પોતાની અંદર જ જોઈએ.

આપણે હંમેશા પોતાના સારાપણને અને અન્યના દોષો ને વધારે મોટા બતાવીએ છીએ. આ શ્લોક આપણને એમ કહેવા માગે છે કે આપણે એ સમજવાની જરૂર છે કે દોષ આપણામાં પણ હોઈ શકે અને સારા પણું અન્ય માં પણ હોઈ શકે. અંતે તો સર્વત્ર ઈશ્વર જ છે. એકવાર આ સામાન્ય વાત સમજાય જાય પછી ભ્રમણા ને કોઇ જ અવકાશ રહેતો નથી.


Comments

Popular posts from this blog

55. વિષચક્ર અને શુભચક્ર

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા