25. અહંકાર વિદાય લે એજ આ૫ણું ગંતવ્યસ્થાન
શ્રીકૃષ્ણ કહે
છે કે કોઈ આ આત્માને આશ્ચર્ય ની જેમ જુએ છે, તો બીજો કોઈ તેને આશ્ચર્ય ની જેમ વર્ણવે
છે અને કોઈ તેને આશ્ચર્ય થી સાંભળે છે અને તેમ છતાં કોઈ પણ તેના વિશે કશું જ જાણતું
નથી (2.29).
આ ‘કોઈ નહીં’ એટલે
ઇંદ્રિયોને આધારે તેનું અવલોકન કરનાર અને આ
અવલોકનના મૂળ તત્ત્વ એટલે કે આત્માને જાણવા પ્રયાસ કરનાર. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યાં સુધી આ બંને વચ્ચે અંતર છે ત્યાં સુધી અવલોકન કર્તા આત્માને
સમજી શકશે નહીં.
પડયું. કિનારા ૫રના ઊછળતાં મોજાંને પાર કરીને
હવે તે સમુદ્રના ઊંડાણમાં પ્રવેશ કરે છે અને તે તેમાં ઓગળતી જાય છે. જ્યાં સુધી તે
સમુદ્રના તળિયાં સુધી ૫હોંચે તે પહેલા જ તેમાં ઓગળી
જાય છે અને સમુદ્રનો જ એક ભાગ બની જાય છે. હવે એ નમક ના પૂતળાનું કોઈ જ અલગ અસ્તિત્વ રહેતું નથી. ‘અવલોકન કર્તા’ (નમક ના પૂતળા) એ પોતે જ હવે અવલોકન નો ભાગ (સમુદ્ર) બની જાય
છે અને એટલે જ હવે બંને વચ્ચે કોઈ જ ભેદ ન રહેતાં બંને એક થઈ જાય છે.
આ નમક ના પૂતળા
એ આ૫ણાં અહંકાર (અહમ કર્તા – હું જ કર્તા છું) જેવા છે, જે આ૫ણને સતત આ૫ણી સંપત્તિ,
વિચારો અને ક્રિયા વડે આ૫ણને સત્ય કરતાં અળગા રાખે છે. મૂળભૂત રીતે કોઈ પણ વ્યક્તિ
'અજ્ઞાત' બનવા કે સામાન્ય વ્યક્તિ બનવા ઈચ્છતું નથી.
૫રંતુ યાત્રા
તો ઐક્યની છે અને તે ત્યારે જ શક્ય બને છે જ્યારે નમક ના પૂતળાની જેમ અહંકારનો વિલય થઈ ગયો હોય અને ત્યારે આ૫ણું સર્વસ્વ, કે આ૫ણાં
વિચારો, બધું જ દાવ ૫ર લાગી જાય છે. અને એટલે જ આ આધ્યાત્મિક યાત્રામાં ‘હું’ અને ‘મારું’ જેવા શબ્દો માત્ર
કહેવા પૂરતા જ હોય, અને જયારે એ આ૫ણી ઓળખ ન બનતા હોય ત્યારે સમજો આ૫ણું ગંતવ્ય સ્થાન આવી ગયું.
સુખ અને દુઃખની
ચરમ સીમાએ આ૫ણને નિરહંકાર સ્થિતિની ઝાંખી પ્રાપ્ત થાય છે. આ સમજણની ક્ષણોમાં આપણને
એ વાતની ઝાંખી મળે છે કે આ૫ણે શું છીએ, અને તેનાથી કોઈ ફરક નથી પડતો કે આપણે શું જાણીએ
છીએ, શું કરીએ છીએ કે આપણી પાસે શું છે.

Comments
Post a Comment