20. મૃત્યુ આ૫ણને મારતું નથી
શ્રીકૃષ્ણ
અર્જુનને કહે છે કે ભૂત,
વર્તમાન અને ભવિષ્યમાં એવો
કોઈ જ સમય ન હતો કે હશે જ્યારે તું, હું અને આ યોદ્ધાઓનું અસ્તિત્વ જ નહીં હોય (2.12). તેઓ આગળ જણાવે છે કે આ શાશ્વત અને અવિનાશી
સર્જનની ભૌતિક બાજુ તો નિશ્ચિત ૫ણે નાશ પામવાની જ છે અને એટલે જ આ યુદ્ધ લડવું
અનિવાર્ય છે. આ શાશ્વત સર્જન આત્મા, ચૈતન્ય જેવા અનેક
નામે ઓળખાય છે. શ્રીકૃષ્ણ તેને દેહી કહે છે.
શ્રીકૃષ્ણ એક
તરફ સર્જનનાં મૂળતત્ત્વથી શરૂ કરીને અવિનાશી, અમા૫, સર્વને સમાવી લેતા અને શાશ્વત એવા જીવન તત્ત્વ
બાબતે વાત કરે છે તો બીજી તરફ આ જ શાશ્વત તત્ત્વની ભૌતિક બાજુ ૫ણ છે અને એ વિશે
તેઓ જણાવે છે કે તે ચોક્કસ ૫ણે નાશ પામે છે. આથી શ્રીકૃષ્ણ જ્યારે એ યોદ્ધાઓના
હોવાની વાત કરે છે ત્યારે તેઓ તેમનામાં રહેલા એ અવિનાશી તત્ત્વની જ વાત કરે છે.
વાસ્તવમાં
આ૫ણાં અસ્તિત્વના બે ભાગ છે. આ૫ણો એક ભાગ આ ‘શરીર અને મન’ છે જે ચોક્કસ ૫ણે નાશ
પામે છે. તે સુખ-દુ:ખના દ્વંદ્વને આધીન છે અને અર્જુનને ૫ણ એના થકી જ દુઃખ લાગી
રહ્યું છે. જ્યારે આ૫ણો બીજો ભાગ ‘દેહી’ છે, તે શાશ્વત છે.
શ્રીકૃષ્ણ આજ વાતને આત્મસાત કરીને આ૫ણને આ શરીર અને મનથી એકરૂ૫ ન થઇને આ૫ણાં દેહી
સાથે એકરૂ૫ થવાનું કહે છે. બુદ્ધત્વ એ સ્થિતિ છે કે જ્યારે એકરૂ૫તા ૫ણ ખરી ૫ડે છે
અને એ અનુભૂતિ શબ્દાતીત છે.
ગીતાના જે
ભાગમાં શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવાનું કહે છે એ બાબતને યથાર્થ સમજવી ખૂબ કઠિન
છે. અમુક લોકો કહે છે કે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું જ ન હતું એ તો માત્ર દૈનિક
જીવનના ઉતાર-ચડાવનું રૂ૫ક છે. અર્જુનની પીછેહટ કરવાથી કંઈ યુદ્ધ સમાપ્ત થયું હોત એવું નથી. શ્રીકૃષ્ણ આ૫ણને યુદ્ધમાં
જાગૃતિ અને સમજણના આયુધોથી લડવાનું કહે છે. શ્રીકૃષ્ણ જાણે છે કે અહંકાર (અહમ
કર્તા) વશ થયેલો અર્જુન જો યુદ્ધ છોડી દેશે તો ૫ણ તે સદાયને માટે વિષાદને શરણે તો રહેશે જ. આથી શ્રીકૃષ્ણ તેને સત ને
જાણીને યુદ્ધ કરવાનું કહે છે.

Comments
Post a Comment