8. વ્યક્ત અને અવ્યક્ત


                                         

સુકાન સાથે જોડાયેલ એક નાનકડા યંત્ર ટ્રીમ ટેબમાં એક નજીવો ફેરફાર મોટા વહાણનો માર્ગ બદલી નાખે છે. એ જ રીતે, ગીતાનો અભ્યાસ કરવાની એક યુક્તિ આપણા જીવનના માર્ગને પુનર્જીવિત કરી શકે છે. કોવિડ -19 જેવા લોકડાઉનના સમયનો ઉપયોગ ગીતામાં ડૂબકી મારવા માટે થઈ શકે છે.

ગીતા એ આંતરિક સાક્ષાત્કાર માટે કિન્ડરગાર્ટન (બાલમંદિર)થી પોસ્ટગ્રેજ્યુએશન (અનુસ્નાતક) સુધીનું શાશ્વત પાઠ્યપુસ્તક છે, અને એવું બને કે પ્રથમ વાંચનમાં, બહુ ઓછા વિચારો સમજાયા હોય. જો આપણે બંને દ્રષ્ટિકોણ – એટલે કે એક ઇંદ્રિયજન્ય જેમાં આ૫ણી ઇંદ્રિયોની ૫રિસીમા (જેમાં આ૫ણી ઇંદ્રિયોની ક્ષમતામાં વધારો કરતા વૈજ્ઞાનિક સાધનોનો ૫ણ સમાવેશ કરીએ) માં આવતા સાકાર દ્રષ્ટિકોણ અને આ૫ણી ઇંદ્રિયોની ૫રિસીમાથી ૫ર એવા નિરાકાર તત્ત્વને ૫ણ ધ્યાન ૫ર રાખીએ તો ગીતાના સિદ્ધાંતો સરળતાથી સમજી શકાય તેમ છે.

પ્રગટ થવાની વાત તો બિગબેંગથી શરૂ થઈને તારાઓની રચના, આ તારાઓના કેન્દ્રમાં ઉચ્ચ રાસાયણિક તત્વોના અણુઓનું મિશ્રણ થવું કે એક બીજામાં પૂરેપૂરી રીતે સંયોજિત થવું, તારાઓના વિસ્ફોટમાં આ તત્વોનો ફેલાવો, ગ્રહોની વ્યવસ્થાની રચના અને બુદ્ધિશાળી જીવનના દેખાવ પરથી ફલિત થાય છે. વૈજ્ઞાનિક સમુદાય દ્વારા એ એક સ્વીકૃત તથ્ય છે કે આ પ્રગટ થયેલા જીવન સ્વરૂપો, ગ્રહો, તારાઓ અને બ્રહ્માંડપણ, અસ્તિત્વની એક ચોક્કસ સમય મર્યાદા ધરાવે છે.

આપણે જન્મથી મૃત્યુ સુધી અસ્તિત્વ ધરાવીએ છીએ એવી આપણી સમજ પ્રગટ કે સાકાર દ્રષ્ટિબિંદુથી સાચી છે. ગીતા મુજબ અપ્રગટ કે નિરાકાર દ્રષ્ટિએ આપણે જન્મ પહેલાં અને મૃત્યુ પછી ૫ણ અસ્તિત્વ ધરાવીએ છીએ. આ૫ણી સમજણના મૂળમાં જો આ બાબત સ્પષ્ટ રાખી શકાય તો તેની સાથે-સાથે, આપણે તેમની વચ્ચેના સંબંધને સરળતાથી સમજી શકીએ છીએ, અને આ સમજણ આપણને અવ્યક્ત ને સાકાર કરવાના ધ્યેય તરફ લઇ જાય છે જેને મોક્ષ તરીકે ઓળખવામાં આવે છે.

અહંકાર એ આ ધ્યેય હાંસલ કરવા માટે બાધારૂપ છે. બાહ્ય સુખ કે દુ:ખને ધ્યાનમાં લીધા વિના જો કોઈ વ્યક્તિ આનંદથી ભરાઈ જાય તો, તે અવ્યક્ત સુધી પહોંચવા માટેના કાપેલા અંતરનું સૂચક છે.

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા